આજથી ભારત – ઓસ્ટ્રેલિયા મુક્ત વેપાર કરાર અમલમાં આવશે

ભારત અને ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે ૨ જી એપ્રિલના રોજ આર્થિક સહયોગ અને વેપાર કરાર (ECTA) પર હસ્તાક્ષર કર્યા હતા.

ભારત – ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ – ECTA આજથી અમલમાં આવશે. બંને દેશોએ ૨ એપ્રિલે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એક દાયકા કરતાં પણ વધારે સમય પછી વિકસિત દેશ સાથે ભારતનો આ પ્રથમ વેપાર કરાર છે. તો, આ કરાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારી સંબંધોના તમામ ક્ષેત્રોમાં સહકારને આવરી લે છે.

ભારત – ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક કોઓપરેશન અને ટ્રેડ એગ્રીમેન્ટ આજથી અમલમાં આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે ૨ જી એપ્રિલના રોજ આર્થિક સહયોગ અને વેપાર કરાર (ECTA) પર હસ્તાક્ષર કર્યા હતા. ECTA એ એક દાયકા કરતાં વધુ સમય પછી વિકસિત દેશ સાથે ભારતનો પ્રથમ વેપાર કરાર છે. આ કરારમાં બંને મિત્ર દેશો વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારી સંબંધોના સમગ્ર ક્ષેત્રમાં સહયોગનો સમાવેશ થાય છે.

આ વેપાર કરાર હેઠળ, ભારતીય નિકાસને તેની ટેરિફ લાઇનના 100% માટે ઓસ્ટ્રેલિયામાં પ્રેફરન્શિયલ ઝીરો-ડ્યુટી માર્કેટ એક્સેસનો લાભ મળશે. તે ભારતના શ્રમ – સઘન ક્ષેત્રો જેમ કે જેમ્સ અને જ્વેલરી, કાપડ, ચામડું, ફર્નિચર, ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો, એન્જિનિયરિંગ ઉત્પાદનો અને તબીબી ઉપકરણોને લાભ કરશે.

ભારતે ઓસ્ટ્રેલિયાને તેની ૭૦ % થી વધુ ટેરિફ લાઇન પર પ્રેફરન્શિયલ એક્સેસ પ્રદાન કર્યું છે, જે મુખ્યત્વે કાચો માલ અને મધ્યસ્થી છે. આ કરારના પરિણામે દેશમાં ૧૦ લાખ નોકરીઓનું સર્જન થવાનો અંદાજ છે. કુલ દ્વિપક્ષીય વેપાર હાલના ૩૧ અબજ યુએસ ડોલરથી ૫ વર્ષમાં ૪૫ થી ૫૦ અબજ ડોલરને પાર થવાની ધારણા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *