ટપાલ વિભાગે ગ્રામીણ ટપાલ સેવકો માટે ઓનલાઈન રીકવેસ્ટ ટ્રાન્સફર પોર્ટલનો પ્રારંભ કર્યો

ટપાલ વિભાગે ગ્રામીણ ટપાલ સેવકો માટે ઓનલાઈન રીકવેસ્ટ ટ્રાન્સફર પોર્ટલનો પ્રારંભ કર્યો છે. ટપાલ વિભાગનાં મહાનિર્દેશક આલોક શર્માએ વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આ પોર્ટલનો પ્રારંભ કરાવ્યો છે.

આલોક શર્મા કહ્યું કે, અરજી લેવાથી લઈ, મંજૂરી અને ટ્રાન્સફર ઓર્ડર આપવા સહિતની તમામ પ્રક્રિયા આ પોર્ટલ દ્વારા પેપરલેસ અને સરળ બની છે. ભારતીય ટપાલ વિભાગ દેશભરના  ૧ લાખ ૫૬ હજારથી વધુ ટપાલ ઓફિસનું વિશ્વનું સૌથી મોટું પોસ્ટ ઓફિસ નેટવર્ક ધરાવે છે.ઓનલાઈન રીકવેસ્ટસ ટ્રાન્સફર પોર્ટલનાં પ્રારંભથી સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. તથા સમય અને સંસાધનોનો બચાવ થશે. આ ઓનલાઈન પોર્ટલ દ્વારા ગઈકાલે ૫ હજારથી વધુ ગ્રામીણ ટપાલ સેવકોના ટ્રાન્સફરને મંજૂરી અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *