ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રસના વિધાયક દળના નેતાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે એવું જાણવા મળી રહ્યું છે કે, શૈલેષ પરમાર અથવા સી.જે ચાવડા વિપક્ષ નેતા બની શકે છે. પ્રદેશ નેતૃત્વએ આ બંને નામ મોકલી આપ્યા છે.
પાટીદાર ચેહરાને બનાવાય તો કિરીટ પટેલને પણ વિપક્ષ નેતા બનાવાઈ શકે. જ્યારે જગદીશ ઠાકોર પણ ઉત્તર ગુજરાતનું રાજકારણ કરતા હોવાથી સી.જે ચાવડા અને કિરીટ પટેલની શક્યતા ઓછી દેખાઇ રહી છે. પરંતુ શૈલેષ પરમારનું નામ લગભગ નક્કી હોવાનું લાગી રહ્યું છે. જ્યારે બીજી બાજુ અર્જુન મોઢવાડિયાએ વિપક્ષ નેતા બનવાની ના પાડી દીધી છે. અર્જુન મોઢવાડિયાએ કોઈ પણ નવા ચેહરાને વિપક્ષ નેતા બનાવવાની ઈચ્છા ધરાવી છે.