ભારતમાં સ્વદેશી ટેકનોલોજી વડે વિકસાવવામાં આવેલી ભીમ એપને આજે છ વર્ષ પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૬ માં ભીમ એપનો શુભારંભ કરાવ્યો હતો. બેંક ખાતાને આધાર નંબર સાથે જોડ્યા બાદ અંગુઠાના ઈમ્પ્રેશનની મદદથી ભીમ એપ દ્વારા નાણાંની ચુકવણી થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં UPI પદ્ધતિ વળે થતાં આર્થિક વ્યવહારમાં નોંધપાત્ર વધારો થઈને આ વર્ષે નવેમ્બર મહિના સુધીમાં UPI દ્વારા આર્થિક વ્યવહારનું પ્રમાણ વધીને ૧૧.૯૦ લાખ કરોડ રૂપિયા થયું છે.
ભીમ એપ વિશે જો જણાવીએ તો તેનુ પુરુવામ ભારત ઇન્ટરફેલ ફોર મની છે. તેના દ્વારા યુપીઆઈના માધ્યમથી પૈસાની વિશ્વાસપાત્ર રીતે બેંક ખાતામાં લેવડ દેવડ કરી શકાય છે. ભીમ એપનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજીટલ ટ્રાન્ઝેક્શનનો પ્રોત્સાહન આપવાનો છે. ભીમ એપ લોન્ચ થયા બાદ ડિજીટલ ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો જોવામાં મળ્યો છે.