નવસારી પાસે લકઝરી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ગોઝારો અકસ્માત, ૯ ના મોત

બસ ચાલકને એટેક આવતાં આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. ફોર્ચ્યુનર કાર અને લકઝરી બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો છે.

નવસારીના વેસ્મા ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. હાઇવે પર વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ સર્જાયેલા આ અકસ્માતમાં ૯ ના મોત અને ૨૮ ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. લકઝરી બસના ચાલકને એટેક આવતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે.


પ્રાપ્ત માહિતી મુજબ નવસારીના વેસ્મા ગામ પાસે ગોઝારો અકસ્માત થયો છે. લકઝરી બસ અને કાર વચ્ચેના આ ગમખ્વાર અકસ્માતમાં ૯ લોકોના મોત થયા છે જ્યારે ૨૮ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તો પૈકી ૧૧ વ્યક્તિને નવસારી અને ૧૭ લોકોને વલસાડ ખાતે સારવાર માટે ખસેડાયા છે.


બસ ચાલકને એટેક આવતાં આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. ફોર્ચ્યુનર કાર અને લકઝરી બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર તમામ ૮ લોકોના મોત થયા છે. અકસ્માતના પગલે પોલીસ તત્કાળ સ્થળ પર ધસી ગઇ હતી. લકઝરી બસ અમદાવાદથી વલસાડ જતી હતી જ્યારે કાર સુરતથી વલસાડ તરફ જઇ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *