ભારતીય બજારમાં રોકાણકારો વધુ સેફ હેવ તરફ આકર્ષાય તેવી શક્યતા જોતા વર્ષ ૨૦૨૩ માં સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂપિયા ૬૦,૦૦૦ ની મનૌવૈજ્ઞાનિક સપાટીએ પહોંચી શકે છે. ચાલુ વર્ષે માર્ચમાં વૈશ્વિક સ્તરે સોનાની કિંમત ૨,૦૭૦ ડોલર પ્રતિ ઔંશના સ્તરે પહોંચી ગઈ હતી તે પછી નવેમ્બરે સુધીમાં સોનું ઘટીને ૧,૬૧૬ ડોલર પ્રતિ ઔંશ બોલાતું હતું અને ત્યારથી સોનામાં મક્કમ ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે.
તેમ બજારના નિષ્ણાતોએ કહી રહ્યા છે. વર્ષ ૨૦૨૨ ની શરૂઆતથી સોનાની કિંમત ૧,૮૦૦ ડોલર પ્રતિ ઔંશ આસપાસ હતી. અત્યારે આંતરાષ્ટ્રીય બજારોમાં પીળી ધાતુની કિંમત ૧,૮૦૩ ડોલર પ્રતિ ઔંશ બોલાઈ રહી છે અને એમસીએક્સ એક્સચેન્જ ખાતે સોનું ૫૪,૭૯૦ ક્વોટ થયું હતું. આગળ જતાં ભૌગોલિક રાજકીય પરિસ્થિત મંદીની ચિંતાઓ, ફુગાવાના વલણો અને ક્રિપ્ટો અસ્કયામતોની ઓછી ભૂખ સહિતના પરિબળોનો તરાપો સોનાના ભાવમાં વધારો કરશે તેવી અપેક્ષા છે કારણ કે અનિશ્ચિત સમયમાંપીળી ધાતુ હંમેશા સલામત આશ્યસ્થાય તરીકે ગણવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ માં આંતરાષ્ટ્રીય બજારમાં સોનું ૧,૬૭૦ થી ૨,૦૦૦ ડોલરની રેન્જમાં રહેવાની અપેક્ષા છે. જ્યારે એમસીએક્સ ગોલ્ડ પ્રિત ૧૦ ગ્રામ રૂપિયા ૪૮,૫૦૦ થી ૬૦,૦૦૦ની રેન્જમાં રહેવાની શક્યતા છે.
૨૦૨૩ માં સોનાની માગ સ્થિતસ્થાપક રહેવાની શક્યતા છે ત્યારે રાવે જણાવ્યું હતું કે, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ વધારો આવતા વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં પીળી ધાતુની કિંમતમાં ઘેરો પડછાયો પડી શકે છે. બજારના નિષ્ણાતોનો અભિપ્રાય હતો કે, રશિયા – યુક્રેન યુદ્ધને કારણે ડોલર મજબૂત થા અને ક્રૂડ તેલના વધારો થવાની વચ્ચે ટૂંકાગાળામાં સોનામાં તેજી આવી હતી. મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ ખાતે વર્ષની શરૂઆતમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂપિયા ૪૭,૮૫૦ હતું તે પછી માર્ચમાં પ્રતિ ૧૦ ગ્રામ રૂપિયા ૫૫,૬૮૦ ની ટોચે પહોંચ્યું હતું અને સપ્ટેમ્બરમાં ૧૦ ગ્રામદીઠ સોનું રૂપિયા ૪૮,૯૫૦ ની સપાટીએ સ્પર્શ્યું હતું.