ગુજરાતમાં નવા વર્ષને ઉજવણી વચ્ચે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ બંદોબસ્ત અંગે લો એન્ડ ઓર્ડરના ઈન્ચાર્જ DGP વિકાસ સહાયે કહ્યું કે, નવા વર્ષે સમગ્ર રાજ્યમાં પોલીસનો બંદોબસ્ત છે. આ સાથે રાજ્યમાં ૬૦૦ શી – ટીમ તૈનાત છે, છેલ્લા ૪ દિવસમાં દારૂને લગતા ૬૫૦ કેસ નોંધાયા તો દરેક જિલ્લામાં નાકાબંધી કરાશે.
ગુજરાતમાં ૩૧ ડિસેમ્બરની પાર્ટીઓમાં ડ્રગ્સના ઉપયોગ પર ખાસ નજર રખાશે. આ સાથે મહિલાઓની સુરક્ષાને લઈને ખાસ આયોજન કરાયું છે. તો વળી ૫ બાબતોને લઈને પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી. વિકાસ સહાયે જણાવ્યું હતું કે, યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટેની વ્યવસ્થા કરી છે. શી – ટીમની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ સાથે દારૂબંધી માટેની કડક અમલવારી કરવામાં આવશે. આ સાથે ફાર્મ હાઉસમાં ખાસ ચેકિંગ કરવામાં આવશે.
૩૧ ડિસેમ્બરને લઈ ગુજરાત પોલીસ એક્શનમાં મોડમાં છે. પોલીસ દ્વારા ૩ હજાર બ્રેથ એનેલાઈઝર દ્વારા ચકાસણી અને ડ્રગ્સનું સેવન અને વહેંચાણ ન થાય તે ધ્યાન રાખવામાં આવશે. આ સાથે ટ્રાફિક કન્ટ્રોલ અને ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે તો CCTV રેકોર્ડિંગ મારફતે પણ ટ્રાફિક મેનજમેન્ટ અને સુપરવિઝન થશે. વિકાસ સહાયે જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો સામે પણ એક્શન પ્લાન કરાયો તો આજે રાત્રે કોમ્બિગ નાઈટ માટેનું પણ ખાસ આયોજન છે.
પોલીસે શું તૈયારી કરી?
- સમગ્ર રાજ્યમાં પોલીસનો બંદોબસ્ત
- રાજ્યમાં ૬૦૦ શી – ટીમ તૈનાત
- દરેક જિલ્લામાં નાકાબંધી કરાશે
- પાર્ટીઓમાં ડ્રગ્સના ઉપયોગ પર ખાસ નજર રખાશે
- મહિલાઓની સુરક્ષાને લઈને ખાસ આયોજન
- ૫ બાબતોને લઈને પોલીસ દ્વારા વ્યવસ્થા
- યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે વ્યવસ્થા
- ફાર્મ હાઉસમાં ખાસ ચેકિંગ કરવામાં આવશે
- ૩ હજાર બ્રેથ એનેલાઈઝર દ્વારા ચકાસણી કરાશે
- ડ્રગ્સનું સેવન અને વહેંચાણ ન થાય તે ધ્યાન રાખવામાં આવશે
- ટ્રાફિક કન્ટ્રોલ અને ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે
- CCTV રેકોર્ડિંગ મારફતે પણ ટ્રાફિક મેનજમેન્ટ અને સુપરવિઝન થશે
- અસામાજિક તત્વો સામે પણ એક્શન પ્લાન તૈયાર કરાયો