લોકસભા ચૂંટણીને લઇ ભાજપની કવાયત

લોકસભા ચૂંટણીને લઇ કમુરતા બાદ ભાજપના રાષ્ટ્રીય સંગઠન અને સરકારમાં મોટા ફેરફાર થઈ શકે છે. મહત્વનું છે કે, ૨૦ જાન્યુઆરીના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થાય છે. જેને લઈ હવે લોકસભા ચૂંટણી પહેલા ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. જોકે અહી ગુજરાત માટે મોટા સમાચાર એ છે કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં સ્થાન મળી શકે છે.

૨૦ જાન્યુઆરીના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થાય છે. જોકે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવામાં ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને નરેન્દ્રસિંહ તોમરનું નામ સૌથી આગળ છે. આ સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં સ્થાન મળી શકે છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારમાં પણ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિસ્તરણ થઇ શકે છે. જેમાં ગુજરાતના કેટલાક ચહેરાઓને પડતા મુકાઈ શકે છે. તો સામે કેટલાક નવા ચહેરાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *