શેત્રુંજય પર્વત વિવાદ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે પાલીતાણા તે માત્ર ગુજરાતમાં વસતા ગુજરાતીઓનું જ નહીં પણ સમસ્ત દુનિયાના લોકોનું આસ્થા કેન્દ્ર છે.
તમામ મુદ્દાની વિચારણા કરીને મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે એક ટાસ્ક ફોર્સ બનાવીને મહત્વના કામો માટે પગલાં લેવાશે. ટાસ્ક ફોર્સમાં મહેસુલ, ફોરેસ્ટ, અને પોલીસ વિભાગ ના અધિકારીઓ રહેશે. કોઈ પણ ધાર્મિક સ્થાન માટે સરકાર ગંભીર છે.
વિડીયોમાં મહારાજ સાહેબ સાથે જે વર્તન થયું તે લોકોને ૫ દિવસ પહેલા પકડી લેવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી બનાવવામાં આવશે.