કોરોના વેક્સિનના ડૉઝ બગડવા મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સ્પષ્ટતા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં રસીના એક પણ ડૉઝ બગડ્યા નથી.સીરમ ઇન્સ્ટિટ્યૂટ તરફથી જે ડૉઝ મળ્યા તેનો પૂર્ણ ઉપયોગ થયો છે.
વેક્સિનના બડાગ અંગે આરોગ્યમંત્રીની સ્પષ્ટતા
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના રસીના એક પણ ડૉઝ બગડ્યા નથી, સીરમ ઈન્સ્ટિટ્યૂટ તરફથી જે પણ ડોઝ મળ્યા તેના પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, એક વાયલમાંથી ૧૦ ડૉઝ આપવામાં આવે છે અને પ્રથમ ડૉઝ લીધા બાદ ૪ કલાકમાં તમામ ડૉઝ લેવાના હોય છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ડૉઝ પૂર્ણ ન થાય તો તેનો ઉપયોગ થતો નથી. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે ડૉઝ પૂર્ણ ન થાય તો વેક્સિનનો ડૉઝ બગડ્યો ન કહેવાય
વિશ્વના વિવિધ દેશોમાં ફરી કોરોનાએ આતંક મચાવ્યો છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે દેશ અને રાજ્યની સરકાર પણ એલર્ટ મોડ પર છે. કોરોના સંકટ વચ્ચે ગુજરાતને વધુ વેક્સિન મળશે. ગઈકાલની જાહેરાત મુજબ ગુજરાતના આરોગ્ય વિભાગને વધુ ૬ લાખનો નવો જથ્થો મળશે. પ્રિકોશનરી ડોઝ લેનારાની સંખ્યા વધતા રાજ્યને નવા ડોઝ મળશે. કોવિશિલ્ડના ૫ લાખ જ્યારે કોવેક્સિનના ૧ લાખ ડોઝ મળશે.
રાજ્યમાં ગઈકાલે કોરોનાના ૮ કેસ નોંધાયા છે. અમદાવાદમાં ૪ કેસ અને વડોદરામાં ૨ અને સાબરકાંઠા તેમજ સુરકમાં ૧ – ૧ વ્યક્તિ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ ગઈકાલે રાજ્યના ૨૯ જિલ્લાઓમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાના કુલ ૩૯ એક્ટિવ કેસો છે. જેમાં તમામ દર્દીઓ સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ૫૬,૭૬૪ લોકોએ કોરોના પ્રતિરોધક વેક્સિન લીધી હોવાનું પણ સામે આવ્યું છે.