મધ્યપ્રદેશના ભોપાલમાં રાજ્યમંત્રીઓનું પહેલું અખિલ ભારતીય જળ સંમેલન, પ્રધાનમંત્રી વીડિયો કોન્ફ્રન્સના માધ્યમથી કર્યુ સંબોધન

કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય આયોજિત બે દિવસીય સંમેલનનું શીર્ષક છે વોટર મિશન @ ૨૦૪૭

આજથી મધ્યપ્રદેશના ભોપાલમાં રાજ્યમંત્રીઓનું પહેલું અખિલ ભારતીય જળ સંમેલન યોજાયુ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતુ. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય આયોજિત બે દિવસીય સંમેલનનું શીર્ષક છે વોટર મિશન @ ૨૦૪૭.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પોણા દસ વાગે આ પરિષદમાં તેમના અવલોકનો – સૂચનો અંગે વાત કરી હતી. ટ્વીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ પરિષદ સાતત્યપૂર્ણ વિકાસ અને માનવ પ્રગતિ માટે જળ સંસાધનોના ઉપયોગની રીતો પર ચર્ચા કરવા નીતી ધડવૈયાઓને મંચ પૂરૂં પાડશે.

જળ અંગે યોજાયેલી આ પ્રકારની આ પ્રથમ રાષ્ટ્રીય પરિષદ છે. આગામી વર્ષોમાં ભારતની વિકાસયાત્રામાં જળ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે માટે આ પરિષદનો ઉદેશ્ય ઈન્ડિયા @ ૨૦૪૭ માટે રાજ્યોના પ્રતિભાવો મેળવવાનો તથા રાજ્યો સામે મંત્રાલયની યોજનાઓ રજૂ કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *