હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં રાત્રિના તાપમાનમાં ૧ થી ૨ ડીગ્રીનો ઘટાડો થઇ શકે છે.
રાજયમાં આગામી ૪ – ૫ દિવસ ઠંડી યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં રાત્રિના તાપમાનમાં ૧ થી ૨ ડીગ્રીનો ઘટાડો થઇ શકે છે.
મહત્વનું છે કે ગઈકાલ સાંજથી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે. તેની સાથે સાથે ઠંડા પવન ફૂંકાવવાની શરૂઆત થઈ છે. રાજ્યમાં આગામી ૪ થી ૫ દિવસ ઠંડી યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત વાત કરીએ તો ઉત્તર ભારતમાં પણ કકડતી ઠંડીનું જોર વધ્યુ છે. રાજસ્થાનના આબુ અને ચુરુમાં પારો માઈનસ ડિગ્રીએ પહોંચ્યો છે. ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણામાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. જ્યારે દિલ્લીમાં ૨ દિવસ રેડ એલર્ટની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.