ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજથી કર્ણાટકના પ્રવાસે છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ્યના તુમકુરુ અને ચિત્રદુર્ગ જિલ્લાની મુલાકાત લેશે અને પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકરો સાથે બેઠક કરશે. જેપી નડ્ડા તુમકુરુમાં ભાજપના શક્તિ કેન્દ્રની બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે. તેઓ સિદ્ધ ગંગા મઠની મુલાકાત લઈ ત્યાં પૂજા – અર્ચના કરશે.
જે.પી. નડ્ડા ચિત્રદુર્ગમાં વીરા મડકરી નાયક, ઓનાકે ઓબવા અને બી.આર.આંબેડકરની પ્રતિમાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરી ત્યાં પાર્ટી કાર્યકર્તાઓની બેઠકમાં હાજરી આપશે. રાષ્ટ્રીય અધ્યક્ષ સિરી ગેરે તરલ બાલુ મઠની પણ મુલાકાત લેશે.