૪ જાન્યુઆરી વિશ્વ બ્રેઇન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો માટે સંદેશાવ્યવહારના સાધન તરીકે બ્રેઇલ લિપિના મહત્વ વિશે જાગૃતિ કેળવવા અને બ્રેઇલ લિપિ સર્જક તથા ફ્રેન્ચ કેળવણીકાર લુઈ બ્રેઇલના જન્મદિવસને બ્રેઇલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડ સંસ્થાના ઉપક્રમે આ દિવસની ઉજવણી માટે નવી દિલ્હીમાં આજે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, ફેડરેશનના જનરલ સેક્રેટરી, એસ કે રૂંગટાએ જણાવ્યું કે, પ્રજ્ઞાચક્ષુ લોકોના જીવનમાં બ્રેઇલ લિપિનું મહત્વ ઘણું છે. કારણ કે, ટેકનીકલ વિકાસ થયો હોવા છતાં એનો વિકલ્પ મળ્યો નથી.