કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસને વૈશ્વિક શ્રેષ્ઠતાની સંસ્થા બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ભુવનેશ્વર સ્થિત AIIMSમાં, દેશના તમામ નવા AIIMSની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ બોડી – C.I.B. AIIMSની ૬ ઠ્ઠી બેઠકને સંબોધતા તેમણે કહ્યું હતું કે AIIMS દેશમાં ત્રિ-સ્તરીય આરોગ્ય સંભાળની મહત્વપૂર્ણ સંસ્થા છે. દિલ્હીની બહાર સી.આઈ.બી AIIMS ની પ્રથમ બેઠકમાં AIIMS ના પ્રતિનિધિઓ, જાણીતા નિષ્ણાતો અને વિશેષ આમંત્રિતોને સંબોધતા ડૉ. માંડવિયાએ આ સંસ્થાઓમાં ઉચ્ચ ગુણવત્તા, ક્લિનિકલ સંભાળના ધોરણો અને તબીબી શિક્ષણ જાળવવા પર ભાર મૂક્યો હતો.
બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પંવાર પણ અન્ય લોકોમાં હાજર હતા.