ગત વર્ષની સૌથી લોકપ્રિય અને સફળ ફિલ્મમાંથી એક કાંતારા ૯૫ માં ઓસ્કર એવોર્ડ્સમાં પોતાની દાવેદારી રજૂ કરવા જઇ રહી છે. ફિલ્મને એકેડમી એવોર્ડ્સની કંટેશન યાદીમાં બે મુખ્ય શ્રેણીમાં બેસ્ટ પિક્ચર અને બેસ્ટ એક્ટરમાં જગ્યા મળી છે. તેલુગુ ફિલ્મ RRR પણ કંટેશન લિસ્ટમાં પહોચી છે. વર્ષ ૨૦૨૨ માં આવેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ, કંતારા, RRR, ગંગુબાઈ કાઠિયાવાડી અને છેલ્લો શો ને ઓસ્કારમાં નોમિનેટ કરવામાં આવી છે. અનુપમ ખેર,મિથુનદા, દર્શન કુમાર તથા પલ્લવી જોષી બેસ્ટ એક્ટર કેટેગરીમાં શોર્ટલિસ્ટ થયાં.
૯૫ માં એકેડમી એવોર્ડ્સની કંટેશન લિસ્ટમાં વિશ્વભરમાંથી ૩૦૧ ફિલ્મ પહોચી છે. આ યાદીમાં સામેલ થનારી ફિલ્મ નોમિનેશન સુધી પહોચયા બાદ સભ્યની વોટિંગ માટે એલિજિબલ થઇ જાય છે.
આ પહેલા રાજામૌલીની RRR બેસ્ટ ઓરિજનલ સ્કોર કેટેગરીમાં નોમિનેશન્સની વોટિંગ માટે ક્વોલિફાઇ થઇ ચુકી છે. ભારતની ઓફિશિયલ છેલ્લો શો પણ કંટેશન લિસ્ટમાં છે. કાંતારાને લેટ એન્ટ્રી તરીકે સામેલ કરવામાં આવી છે. આ ફિલ્મ સિવાય સંજય લીલા ભણશાલીની ગંગૂબાઇ કાઠિયાવાડી, વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સને કંટેશન લિસ્ટમાં જગ્યા મળી છે.