વાહન બર્ફીલા ટ્રેક પરથી લપસીને ઊંડી ખીણમાં પડી જતા આ અકસ્માત સર્જાયો હતો.
જમ્મુ – કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઉંડી ખીણમાં પડી જવાથી ત્રણ જવાન શહીદ થયા છે. દુર્ઘટના સમયે ત્રણેય જવાન માછિલ સેક્ટરમાં નિયમિત ઓપરેશનલ કામ કરી રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક જુનિયર કમિશન્ડ ઓફિસર અને અન્ય બે આર્મી ઓફિસર શહીદ થયા છે. આર્મીને લઈ જતું એક વાહન બર્ફીલા ટ્રેક પરથી લપસીને ઊંડી ખીણમાં પડી ગયું જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.