સુપર પાવર અમેરિકામાં એર મિશન સિસ્ટમ ફેલ થઈ ગઈ

દુનિયાના સુપરપાવર ગણાતા અમેરિકાને પણ ક્યારેક મોટી અગવડ વેઠવાનો વારો આવે છે. બુધવારે અમેરિકામાં આવી જ એક મોટી ઘટના બની હતી. આખા અમેરિકાની એર સર્વિસ સિસ્ટમ ફેલ થઈ જતા વિમાની સેવા અટકાવી દેવી પડી હતી.  દેશની વિમાની સેવાની સંચાલિત કરનાર એજન્સી એફએએએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે એર મિશન સિસ્ટમને ફરી ચાલુ કરવામાં આવી રહી છે. અમે તમામ બાબતોની તપાસ કરી રહ્યા છીએ અને ટૂંકા સમયમાં અમારી સિસ્ટમોને ફરીથી લોડ કરીશું. તેમણે કહ્યું કે, આ કારણે સમગ્ર દેશમાં હવાઈ મુસાફરી અને વિમાની સેવા પ્રભાવિત થઈ છે.

યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે તેની સેવા જે હવાઈ મિશન દરમિયાન અથવા જમીન પરના કર્મચારીઓને પાઇલટ્સ અને અન્ય ઉડ્ડયન કર્મચારીઓને માહિતી પ્રદાન કરે છે તે યોગ્ય રીતે કામ કરી રહી નથી. તેની કામગીરી ન થવાને કારણે એર અને ગ્રાઉન્ડ સ્ટાફ કનેક્ટ થઈ શકતો નથી, જેના કારણે કામગીરીને માઠી અસર પહોંચી છે અને સેંકડો ફ્લાઈટ્સ મોડી પડી છે.

દેશની ડોમેસ્ટિક ફ્લાઈટ સિસ્ટમના સર્વરમાં ખામી આવતા ૧૨૦૦ થી વધુ વિમાનો સમયસર ઉપડી શક્યા નહોતા અને મુસાફરોને પણ એરપોર્ટ પર અટવાઈ રહેવું પડ્યું હતું.

અમેરિકાના ઈતિહાસમાં એર સર્વિસ ઠપ્પ થઈ હોય તેવી આ પહેલી ઘટના છે. નાની મોટી ઘટનામાં તો વિમાની સેવા અટવાવી દેવી પડતી હોય છે પરંતુ પહેલી વાર આખા દેશના વિમાનો થંભી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *