જોશીમઠમાં ભૂસ્ખલનથી ભારચીય સેનાના પરિસરને પણ અસર થઈ છે.
આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ જણાવ્યું કે સેનાની ઘણીબધી બિલ્ડિંગોમેં તિરોડો પડી ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બિલ્ડિંગોમાં તિરાડો પડવાને કારણે જવાનોને અસ્થાયી રુપે અન્ય સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. જોશીમઠમાં ભૂસ્ખલનનાં કારણે અત્યાર સધીમાં અનેક મકાનોને તીરાડો પડી છે. તો કેટલીક જગ્યાએ રસ્તાઓ પણ મોટી મોટી તિરાડો પડી ગઈ છે. હાલમાં તંત્ર દ્વારા લોકોને સુરક્ષીત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સરકાર દ્વારા જોકમી મકાનોને તોડી પાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.