પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ – MV ગંગા વિલાસને ફ્લેગ ઓફ કરશે અને વારાણસીમાં ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે. તેઓ રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની કિંમતના અન્ય કેટલાક આંતરદેશીય જળમાર્ગોના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. MV ગંગા વિલાસની યાત્રા આજે વારાણસીથી શરૂ થશે અને તે ૫૧ દિવસમાં લગભગ ૩૨ હજાર કિલોમીટરની મુસાફરી કરીને ભારત અને બાંગ્લાદેશની ૨૭ નદીઓ પાર કરીને બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ પહોંચશે.
પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળમાં હલ્દિયા મલ્ટી મોડલ ટર્મિનલ અને ગાઝીપુર જિલ્લાના સૈયદપુર, ચોચકપુર, ઝમાનિયા અને ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં કાંસપુર ખાતે ચાર ફ્લોટિંગ સમુદાય ફેરીનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ દિઘા, નકટા ડાયરા, બાધ, પટના જિલ્લાના પાનાપુર અને બિહારના સમસ્તીપુર જિલ્લામાં હસનપુર ખાતે પાંચ સમુદાય ઘાટનો શિલાન્યાસ પણ કરશે.
પ્રધાનમંત્રી ગુવાહાટીમાં નોર્થ ઈસ્ટ મેરીટાઇમ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય તેઓ ગુવાહાટીમાં શિપ રિપેર સેન્ટર અને પાંડુ ટર્મિનલ તરફ જતા એલિવેટેડ રોડનો શિલાન્યાસ પણ કરશે.