ભારતની જી-૨૦ ની અધ્યક્ષતાના પગલે જી-૨૦ ઇન્ફ્રાસ્ટ્રકચર વર્કિંગ ગૃપની પ્રથમ બેઠક પુનામાં આજથી શરૂ થઇ રહી છે. આ બેઠકની યજમાની નાણામંત્રાલયનું આર્થિક કાર્યવિભાગ કરી રહ્યું છે.
બેઠકમાં ઓસ્ટ્રેલિયા અને બ્રાઝીલ સહ-અધ્યક્ષરૂપે સામેલ થઇ રહ્યા છે. આ બેઠકમાં નાણાકિય, નગર, સમાગમ, દ્રઢ અને ટકાઉ વિષય પર ચર્ચા થશે. આ બેઠકમાં શહેરોને વિકાસનું આર્થિક કેન્દ્ર બનાવવાની વિવિધ બાબતો, નગરના આધારભૂત માળખા માટે નાણાકિય સહાયતા ઉપલબ્ધ કરાવવા, ઉર્જા ક્ષેત્રો પર આત્મનિર્ભરતા જેવા મુદ્દે વધુ મહત્વ આપવામાં આવશે. જી-૨૦ અને આમંત્રીત દેશોના પ્રતિનિધીઓ આ બેઠકમાં ચર્ચા કરશે. લગભગ ૩૫ દેશોના ૬૬ ડેલીગેટો બેઠકમાં ભાગ લેશે. આ વખતે ઇન્ફ્રાસ્ટ્રકચર વર્કિગ ગ્રૃપ માટે ભારત કઇ રીતે પોતાના શહેરોને વિકસીત કરી શકે છે. તેના પર ચર્ચા કરવાનો વિષય પસંદ કરવામાં આવ્યો છે.મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આજથી જી-૨૦, થીંક ટેંકનું સંમેલન શરૂ થશે. વિદેશ મંત્રાલયનું સંસ્થાન રીસર્ચ એન્ડ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર ડેવલપીંગ કન્ટ્રી જી-૨૦નું વિશેષ સંમેલન થીંક-૨૦નું આયોજન કરી રહ્યું છે. કુશાભાઉ ઠાકરે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બે દિવસીય સંમેલનનું ઉદધાટન કરશે. આ સંમેલનમાં ૪૪ દેશોના ૩૦૦ પ્રતિનિધી સામેલ થઇ રહ્યાં છે. આ ઉપરાંત જી-૨૦ ના ૧૭૦ થી વધુ વિવિધ મંત્રીઓ તેમજ ડેલીગેટો ભાગ લેશે. આ સંમેલનમાં અર્થવ્યવસ્થા સહિત વિવિધ વૈશ્વીક મુદે ચર્ચા થશે.