વર્લ્ડ બેંકે પાકિસ્તાનને દક્ષિણ એશિયાની સૌથી નબળી અર્થવ્યવસ્થા ગણાવી

વર્લ્ડ બેંકે પાકિસ્તાનને દક્ષિણ એશિયાની સૌથી નબળી અર્થવ્યવસ્થા ગણાવી છે.

વર્લ્ડ બેંકના ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ અનુસાર આ વર્ષે પાકિસ્તાનનો આર્થિક વિકાસ દર માત્ર ૧.૭ % રહેશે.

જરૂરી સુધારા ન કરવાના કારણે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ $ ૧.૧ બિલિયનની બે લોન મંજૂર કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. પાકિસ્તાન સરકારે IMF પાસે મદદ માંગી હતી, પરંતુ તેના બદલામાં IMFએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની શરત મૂકી. પાકિસ્તાનમાં આ વર્ષે ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેબાઝ શરીફ સરકાર ઈંધણની કિંમતો વધારવા માંગતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *