પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૪ જાન્યુઆરીના રોજ બાળ પુરસ્કાર એવોર્ડ વિજેતાઓ સાથે વાતચીત કરશે
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે નવી દિલ્લી વિજ્ઞાનભવન ખાતે ૧૧ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરશે. આ પુરસ્કાર ૫ વર્ષથી ૧૮ વર્ષના બાળકોને ૬ શ્રેણીમાં ઉત્કૃટ પ્રદર્શન માટે આપવામાં આવે છે. જેમાં કલા, સંસ્કૃતિ, બહાદુરી, નવાચાર, શિક્ષા, સમાજસેવા અને રમત – ગમત સામેલ છે. દરેક વિજેતાને એક પદક, એક લાખ રુપિયા અને સર્ટિફિકેટ આપવામાં આવશે. પુરસ્કાર મેળવનારાઓમાં ૧૧ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશના ૫ છોકરા અને ૬ છોકરીઓ સામેલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૪ જાન્યુઆરીના રોજ બાળ પુરસ્કાર એવોર્ડ વિજેતાઓ સાથે વાતચીત કરશે.