સમગ્ર ગુજરાત તથા દીવ-દમણ, દાદરાનગર હવેલી માટે આજે ભારે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા સાવચેતીના પગલાં લેવા અને અસરકર્તાઓને જરૂરી જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી ૨૪ કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે, સાથોસાથ ત્યારબાદના ચાર દિવસો દરમિયાન પણ તાપમાન નીચું રહેવા તથા ઠંડા પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શીતલહેરની સંભાવનાઓને પગલે લોકોએ કેટલીક તકેદારી રાખવાની અપીલ કરી છે. સાથોસાથ માર્ગદર્શિકા જાહેર કરી છે.