આણંદના વિશ્વ વિખ્યાત ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના નવા ચેરમેન પદે શામળજી પટેલને રિપીટ કરાયા છે તો વાઇસ ચેરમેન પદે વાલમજી હૂંબલને પણ ફરી રિપીટ કરવામાં આવ્યા છે.
અમૂલ ડેરીના ૧૮ દૂધ સંઘની બનાવટોનું વેચાણ કરતી સંસ્થા ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના ચેરમેન વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઇ હતી. પ્રાંત અધિકારી વિમલ બારોટની અઘ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઇ હતી.