દેશ આજે 74મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે. આજનો દિવસ આપણને બંધારણની યાદ અપાવે છે. આજે કર્તવ્ય પથ પર સેના,વાયુસેના અને નૌકાદળ પોતાની ક્ષમતાઓની સાથોસાથ દેશની પરંપરાઓ, પ્રગતિ અને ઉપલબ્ધિઓની ઝલક રજૂ કરવામાં આવી હતી. તેમાં ભવ્ય પરેડ અને એરશોનો સમાવેશ થયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પદ સંભાળ્યા પછી પહેલી જ વાર પરેડની સલામી ઝીલી હતી.
ઇજીપ્તના પ્રમખ અબ્દુલ ફત્તાહ અલ-સીસી પ્રજાસત્તાક દિન સમારોહનું મુખ્ય અતિથીપદે હાજર રહ્યા હતા. ઇજીપ્તની એક સૈન્ય ટુકડી પણ માર્ચપાસ્ટમાં ભાગ લીધો હતો. પરેડ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોર મેમોરિયલ ખાતે દેશ માટે બલિદાન આપનારા વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. સૈન્ય પહેલેથી જાહેરાત કરી ચુકી છે કે પરેડમાં ભાગ લેનારા તમામ ઉપકરણ સ્વદેશી હશે. સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધી રહેલી આત્મનિર્ભરતાનું આ પ્રદાન બની રહેશે. તેમાં અર્જૂન ટેન્ક, નાગ મિસાઇલ સિસ્ટમ, આકાશ એર ડિફેન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે. પરેડમાં વિવિધ રા્જ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની ઝાંખી પણ જોવા મળશે. પરેડમાં રાજ્યો, વિભાગો અને સશસ્ત્ર દળોની કુલ 23 ઝાંખી બતાવી આ દરમિયાન એવી 7 વિશેષતા છે, જે પહેલીવાર જોવા મળશે.
પરેડ પહેલાં ગુરુવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું- હું ઈચ્છું છું કે આપણે સાથે મળીને સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સપનાં પૂરાં કરીએ. ઈજિપ્ત એટલે કે મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી આ ગણતંત્ર દિવસના કાર્યક્રમના મુખ્ય અતિથિ છે.