રાજ્ય પોલીસ દળના 14 પોલીસ અધિકારીઓ અને જવાનોને પ્રશંસનીય સેવા બદલ પોલીસ ચંદ્રકથી સન્માનીત કરાશે

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજ્ય પોલીસ દળના કુલ 14 પોલીસ અધિકારીઓ અને જવાનોને પ્રશંસનીય સેવા બદલ ગઇકાલે પોલીસ ચંદ્રકો જાહેર કરાયા છે. તેમાં બે પોલીસ અધિકારીઓને વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક જયારે 12 પોલીસ અધિકારીઓને પ્રશંસનીય સેવા પોલીસચંદ્રક માટે પસંદ કરાયા છે. સી.આઇ.ડી.ના પોલીસ મહાનિદેશક અનુપમ સિંહ ગહલોત  અને  એ.ટી.એસ. અમદાવાદના અધિક પોલીસ મહાનિદેશક કે.કે.પટેલને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ, જ્યારે ભાવનગરના પોલીસ મહાનિદેશક ગૌતમકુમાર પરમાર, ગાંધીનગરના સી.આઇ.ડી.ના નાયબ પોલીસ મહાનિદેશક પી.વી. રાઠોડ, સુરત શહેર પોલીસ કમિશનર બી.પી.રોજીયા, રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતિ જે.ડી.વાઘેલાને પ્રશંસનીય સેવા પોલીસ ચંદ્રકોથી સન્માનિત કરાશે.

આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનર અજયકુમાર સ્વામી, કિરિટસિંહ રાજપુત, અને ભગવાન રાજા, રાજ્ય અનામત પોલીસ દળના સેનાપતી પી.ડી.વાઘેલા, જુલ્ફીકાર અલી ચૌહાણ, આણંદ પોલીસ અધિક્ષક હિતેશકુમાર પટેલ, રાજકોટ ગ્રામીણ પોલીસ અધિક્ષક બાલકૃષ્ણ ત્રિવેદી  અને ગાંધીનગર અધિક પોલીસ મહાનિદેશક યુવરાજસિંહ રાઠોડને પણ પ્રશંસનીય સેવા પોલીસ ચંદ્રકો એનાયત કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *