બોર્ડની પરીક્ષા પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના તાલ કટોરા ખાતે આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. જેમાં પ્રધાનમંત્રી જીવનને ઉત્સવ તરીકે ઉજવવા માટે અને પરીક્ષાઓના કારણે થતા તણાવને કેવી રીતે દૂર કરી શકાય તે અંગે વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થી સાથે ચર્ચા કરી હતી. કાર્યક્રમની શરૂઆત પહેલાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સને નિહાળ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૨ હજાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮ થી દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાય છે. તો, આ વર્ષે ૩૮ લાખ થી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે, જે ગયા વર્ષની સરખામણીમાં, ૫૦ % વધુ છે.
પીએમ મોદીએ કાર્યક્રમમાં સંબોધન કરતા સૌ-પ્રથમ કહ્યું કે, પરીક્ષા પે ચર્ચા એ મારી પણ પરીક્ષા છે. દેશના દરેક વિદ્યાર્થીઓ મારી પરીક્ષા લઈ રહ્યા છે. પરંતુ આ પરીક્ષા આપવામાં મને આનંદ આવે છે. દેશનું યુવા મન શું વિચારે છે તે સૌભાગ્યની વાત છે. તે કઈ ગૂંચવણોમાંથી પસાર થાય છે અને તેમની પણ દેશ અને સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે, એ જાણવા માટે અમે હંમેશા તત્પર રહે છે. જેનાથી તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદરૂપ બની શકીએ.
પીએમ એ સૌપ્રથમ દિલ્હી, પટણા અને તમિલનાડુના વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દીને લઈ પ્રશ્નો સાંભળીને તેમણે જવાબો આપ્યા કહ્યું કે, માતા-પિતા તેમના સોશિયલ સ્ટેટ્સના કારણે હંમેશા અપેક્ષા રાખતા હોય છે. પીએમ એ વધુમાં કહ્યું કે, આમાં કંઈ ખોટું નથી, પરંતુ જો પરિવારના લોકો સામાજિક દરજ્જાના કારણે અપેક્ષાઓ રાખતા હોય તો તે ચિંતાનો વિષય છે. જેના લીધે સામાજના લીધે બાળકો પર દબાણ વધતું જાય છે.
પરીક્ષા દરમિયાન સમયનું મેનેજમેન્ટ ખૂબ જરૂરી હોય છે. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પૂછ્યુ હતુ કે સમયનું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય જેથી કામનું ભારણ ન લાગે? આ અંગેના જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે જીવનમાં અને કારકીર્દીની પરીક્ષાઓમાં સમયનું મેનેજમેન્ટ રાખવુ ખૂબ જરૂરી છે.
પીએમ મોદીએ વિદ્યાર્થીઓમાં વધતા તણાવને લઈને કહ્યું કે, પોતાનામાં આંતરિક શક્તિ વધારવાની વાત કરી હતી. જેને લઈ તેમણે એક ઉદાહરણ પણ આપ્યું. અદિતી અને આયુષી નામની વિદ્યાર્થિનીએ સ્માર્ટવર્ક અને હાર્ડવર્ક કેવી રીતે કરી શકાય તે અંગેના સવાલનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ બાળપણમાં સાંભળેલી વાર્તાના સંદર્ભમાં સુંદર રીતે રચનાત્મક જવાબ આપ્યો હતો.
પીએમ મોદીએ સોશિયલ મીડિયાને લગતા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ કહ્યું કે, ગેજેટ્સ વિદ્યાર્થીઓ કરતાં સ્માર્ટ નથી. વિદ્યાર્થીઓ તેમની સ્માર્ટનેસથી યોગ્ય રીતે ગેજેટ્સનો ઉપયોગ કરી શકે છે. ગેજેટ્સ આજે આપણને ગુલામ બનાવી રહ્યા છે. પરંતુ એ સૌથી મોટી ભૂલ છે.