પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન દેવનારાયણજીના ૧,૧૧૧ મા ‘અવતરણ મહોત્સવ’ના સ્મરણ સમારોહને સવારે ૧૧:૩૦ વાગ્યે સંબોધિત કરશે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
ભગવાન દેવનારાયણજીની રાજસ્થાનના લોકો પૂજા કરે છે અને તેમના અનુયાયીઓ દેશભરમાં ફેલાયેલા છે. તેઓ ખાસ કરીને જનસેવા તરફના તેમના કાર્ય માટે આદરણીય છે.