મધ્યપ્રદેશના મુરૈનામાં વાયુસેનાના સુખોઈ ૩૦ અને મિરાજ ૨,૦૦૦ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા છે. બંને વિમાને ગ્વાલિયર એરબેસથી ઉડાન ભરી હતી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે, દુર્ઘટનાનું કારણ શું છે. જોકે વાયુસેનાના અધિકારીઓનો અભ્યાસ ચાલી રહ્યો હતો. ત્યારે આ દુર્ઘટના સર્જાઇ છે. દુર્ઘટનાને પગલે વાયુસેનાનો અભ્યાસ પણ હાલ પુરતો સ્થગીત કરી દેવામાં આવ્યો છે.