કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કર્ણાટક મુલાકાત દરમ્યાન કર્ણાટકના હુબલીમાં બી.વી. ભૂમરાડ્ડી કોલેજ ઓફ ઈન્જિનીયરીંગ એન્ડ ટેકનોલોજી કોલેજના પ્લેટિનમ જંયતિ સમારોહને સંબોધન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્ણાટકમાં ૨૫ કરોડના ખર્ચે બનેલા એક ઈન્ડોર સ્ટેડિયમનું ઉદ્ધાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરીય કર્ણાટકના ધારવાડમાં રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાનું ભૂમિપૂજન કરશે. આ ઉપરાંત તેઓ બેલાગવીમાં એક જનસભાને સંબોધિત કરશે. દરમ્યાન હુબલી, ધારવાડ અને બેલાગવીમાં અમિત શાહના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.