રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાન આજથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. દર્શકો તુલિપ પુષ્પોની ૧૨ જાતો નિહાળી શકશે. અમૃત ઉદ્યાન લગભગ બે મહિના સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.
ઉદ્યાનની મુલાકાત સવારે ૧૦:૦૦ વાગ્યાથી ૦૪:૦૦ વાગ્યા સુધી લઇ શકાશે. સોમવારને બાદ કરતાં ૨૬ મા્ર્ચ સુધી ઉદ્યાનની મુલાકાત લઇ શકાશે.
૨૮ થી ૩૧ માર્ચ દરમિયાન માત્ર વિશેષ જૂથના દર્શકોને ઉદ્યાનમાં પ્રવેશ મળશે. ૨૮ માર્ચે માત્ર ખેડૂતો, ૨૯ માર્ચે માત્ર દિવ્યાંગો અને ૩૦ માર્ચના રોજ સંરક્ષણ અને પોલીસ દળના જવાનોને ઉદ્યાનમાં પ્રવેશ મળશે. ૩૧ માર્ચે જનનજાતિય મહિલાઓ સહિત મહિલાઓ માટે ઉદ્યાન ખુલશે. રાષ્ટ્રપતિભવનની ખાસ વેબસાઇટ પર ઉદ્યાન જોવા માટે ઓનલાઇન બુકિંગ કરાવી શકાય છે.