અમદાવાદ મેટ્રોની સમયમર્યાદામાં ૪ કલાકનો વધારો કરવામાં આવ્યો

ગુજરાત મેટ્રો રેલ દ્વારા અમદાવાદ મેટ્રોની સમય મર્યાદામાં ૪ કલાકનો વધારો કરવામાં આવ્યો છે.

અગાઉ મેટ્રોનો સમય સવારે ૦૯:૦૦ વાગ્યાથી રાતના ૦૮:૦૦ વાગ્યા સુધીનો હતો, જે વધારીને હવે સવારના ૦૭:૦૦ વાગ્યાથી રાતના ૧૦:૦૦ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. શહેરમાં પૂર્વ – પશ્ચિમમાં દર ૧૮ મિનિટે અને ઉત્તર – દક્ષિણમાં દર ૨૫ મિનિટે ટ્રેનની વ્યવસ્થા હતી, પરંતુ મુસાફરોની સંખ્યામાં વધારો થતા તેનો પિકઅપ સમય દર ૧૫ મિનિટનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવાશે અને ત્યારબાદ તેની જરુરિયાત અંગે અભ્યાસ કરીને આગળના સમયપત્રકનો નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *