અમેરિકી પ્રમુખ જો બાઇડેને કહ્યું છે કે તેઓ યૂક્રેનને અમેરિકી લડાયક વિમાન F – ૧૬ નહીં આપે.
યૂક્રેનના સંરક્ષણ મંત્રીએ ગયા સપ્તાહે એમ કહ્યું હતું કે અમેરિકા અને જર્મની તરફથી યુદ્ધ ટેન્ક મળ્યા પછી પશ્ચિમી દેશો પાસેથી એફ – સીક્સટીન જેવા ચોથી પેઢીના લડાયક વિમાન આપવાને મુદ્દે વાતચીત કરશે.
બાઇડેને કહ્યું હતું કે તેઓ પોલેન્ડની મુલાકાત લેશે. પરંતુ પોલેન્ડ પ્રવાસ ક્યારે કરશે તે વિષે જાણકારી આપી નહોતી. રશિયાએ ગયા વર્ષે ૨૪ ફેબ્રુઆરીએ યૂક્રેન પર હુમલો કર્યો હતો. યુદ્ધને એક વર્ષ પુરૂ થવા આવ્યું છે.