પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર અને U – ૧૯ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ મેચ જોવા માટે અમદાવાદમાં આવી પહોંચી છે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે ૦૭:૦૦ વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્જ વચ્ચે T – ૨૦ ની ત્રીજી અને ફાઇનલ મેચ રમાવાની છે.
બન્ને ટીમ ૧ – ૧ થી બરોબરી પર હોવાથી શ્રેણી જીતવા માટે બંને ટીમો તૈયાર છે. સાન્ટાનેરની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડની ટીમ ભારતની જમીન પર શ્રેણી જીતવાની તક ઝડપી લેવા ઉત્સુક છે. અમદાવાદમાં મેચને લઇ ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદની પીચ પર હાઇસ્કોરિંગ અને રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. આ મેચના પગલે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેન રાત્રે ૧૨:૩૦ સુધી મળશે.