આધુનિક ઢબે ખેડૂતો ખેતી કરીને વર્ષે મેળવી રહ્યા છે લાખોની આવક
તાજેતરમાં સરકારના ખેડૂતલક્ષી અભિગમના પગલે પરંપરાગત ખેતી કરતા ખેડૂતો હવે આધુનિક બાગાયત ખેતી તરફ વળ્યાં છે.
અમરેલી તાબાના લીમડા ગામના ખેડૂત કપાસ, અંજીરની સાથે સાથે મરચાનું વાવેતર કરીને સારી આવક મેળવી રહ્યાં છે. તેઓ મરચાનો પાવડર તૈયાર કરીને સુરતમાં વેચાણ કરી રહ્યાં છે. તેમણે પ્રોસેસ કરીને અંજીર નિકાસ કરવાની યોજના પણ તૈયાર કરી છે.