G – ૨૦ સમિટની બેઠકની સમીક્ષા સહિત ખેડૂતો, કેન્દ્રીય આરોગ્ય વિભાગના પ્રશ્નો અંગે કરાશે ચર્ચા
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ કેબિનેટની બેઠક મળી રહી છે. આ બેઠકમાં G – ૨૦ સમિટની મળનારી બાકીની બેઠકોની સમીક્ષા અને વિવરણ અંગેની વિસ્તૃત જાણકારી અને ચર્ચા કરવામાં આવી શકે છે. ટેકાના ભાવ, ખરીદ કેન્દ્રો પરના પ્રશ્નો, માવઠાથી થયેલ નુકશાન સહિત તમામ બાબતો અંગે ચર્ચા કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત પંચાયત, આરોગ્ય, માર્ગ મકાન વિભાગ અને શહેરી વિભાગની કામગીરી અને સમીક્ષા કરવામાં આવી શકે છે. હાલમાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટવા અંગે થયેલા કાર્યવાહી અંગે અને આગામી પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબતે પણ ચર્ચા થશે.