સોમનાથ મંદિર તરફથી શિવરાત્રીના પર્વ માટે ભક્તો માસે પૂજા સેવા લોન્ચ કરવામાં આવી

માત્ર ૨૧ રૂપિયાની રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવરાત્રીના પાવન પર્વ પર ભક્તો માટે પૂજા સેવા લોન્ચ કરવામાં આવી છે. જેમાં માત્ર ૨૧ રૂપિયાની રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે. રાજ્ય વન મંત્રી મુળુભાઈ બેરા તથા સોમનાથ ટ્રસ્ટના મહાનુભાવો દ્વારા આ પૂજા સેવાને સોમનાથ પરિસર ખાતેથી લોન્ચ કરવામાં આવી હતી.

બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભક્તો સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ somnath.org પર જઈને પુજા નોંધાવી શકશે અથવા ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ કોલ સુવિધા નંબર ૦૮૦ – ૬૯૦,,,,૭૯૯,,,,૨૧ પર મીસકોલ કરીને સરળતાથી ઓટોમેટિક વોઇસ રજીસ્ટ્રેશન માધ્યમથી પણ પૂજા નોંધાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *