બજેટ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બજેટ પ્રથમવાર અનેક પ્રોત્સાહક યોજનાઓ લઈને આવ્યું છે. એમાં લોકો માટે ટ્રેનિંગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સમ્માન એટલે પીએમ વિકાસ યોજના કરોડો વિશ્વકર્માઓના જીવનમાં પરિવર્તન લાવશે.
શહેરી મહિલાઓથી લઈને ગામડામાં રહેતી મહિલાઓ કારોબાર કે રોજગારમાં વ્યસ્ત મહિલાઓ કે ગૃહિણીઓના જીવનને સરળ બનાવવા માટે છેલ્લા વર્ષોમાં સરકારે અનેક પગલાઓ લીધા છે. વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉમેર્યું , કે, નવા રોકાણથી નવી નોકરીઓની તક મળશે. તો અન્ન ક્ષેત્રને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે. દેશના દરેક ક્ષેત્રમાં વિકાસ થશે. સાથે જ નવા રોકાણથી નવી નોકરીઓની તકો મળશે.