અમદાવાદ શહેરના અખબારનગર વિસ્તામાંથી પટેલ અમૃત કાન્તિલાલ આંગડિયા પેઢીના કર્મચારીઓ પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક ઉપર આવેલા લૂંટારૂઓ આંગડિયા પેઢીના કર્મી પાસેથી બેગ ઝુંટવી ફરાર થઈ ગયા હતા. ત્યારે લૂંટાયેલ કર્મચારી આંગડિયા પેઢીનો કર્મચારી હતો. બાઈક પર આવેલ શખ્સો બેગ લઈ ફરાર થઈ ગયા હતા. બેગમાં રોકડ રકડ સહિત રૂ.૨૫ લાખનો મુદ્દામાલ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. લોકોની ચહલપહલથી ધમધમતા રોડ પર લૂંટારૂઓ દ્વારા ત્રાટકી બેગ લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. આ લૂંટ અંગેની જાણ પોલીસને કરતા વાડજ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી.
અમદાવાદમાં દિન પ્રતિદિન લૂંટ, મર્ડર તેમજ ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અખબારનગર પાસે લોકોની અવર જવરથી ધમધમતા રોડ પર રાત્રીના સુમારે એકાએક લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. થોડા સમય પહેલા અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કેટલાક શખ્શો દ્વારા ફાયરીંગ કરી આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા ૨૬ લાખની લૂંટની ઘટના બનવા પામી હતી. ત્યારે સાંજે બનેલી ઘટનામાં કેટલાક અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી પૈસાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
લૂંટની ધટના બનતા પોલીસ દ્વારા અખબારનગરથી મેઈન રોડ તેમજ લૂંટારૂઓ જે રસ્તા તરફ ગયા તે તમામ રસ્તાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ દુકાનોમાં લાગેલ સી.સી.ટી.વી.ના આધારે લૂંટારૂઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ શકમંદ વ્યક્તિઓની પણ પોલીસ દ્વારા પૂછતાછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.