અદાણી ગ્રુપે અચાનક લીધો મોટો નિર્ણય

અદાણી ગ્રુપે તેનો FPO રદ કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે રાતે અદાણી ગ્રુપની બોર્ડ ઓફ મીટિંગની બેઠક યોજાઈ હતી અને તેમાં FPO રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. અદાણી એન્ટરપ્રાઈસિસ લિમિટેડના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું છે કે બજારમાં વધ-ઘટને ધ્યાનમાં રાખીને કંપનીના બોર્ડે  FPO રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે શેરબજારમાં હલચલ અને માર્કેટમાં વોલેટિલિટીને જોતા કંપનીનું લક્ષ્ય તેના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું છે. તેથી અમે એફપીઓ પાસેથી મળેલા નાણાં પરત રોકાણકારોને પાછા આપવા જઈ રહ્યા છીએ અને તેનાથી સંબંધિત વ્યવહાર સમાપ્ત કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *