પ્રવાસન ઉદ્યોગ સાથે વેપાર ઉદ્યોગોને પણ થશે ફાયદો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૧૮ માં દમણ અને દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી. હવે આ હેલિકોપ્ટર સેવામાં વધારો કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે દમણથી મુંબઇ અને દીવથી સોમનાથ સેવા પણ શરૂ કરવામાં આવી છે.
દમણ આવેલા સહેલાણીઓ હેલિકોપ્ટર દ્વારા દીવ અને દીવથી સોમનાથ મહાદેવના દર્શન કરવા પણ જઈ શકે છે. મુંબઈ – દમણ હેલિકોપ્ટર સેવાથી ઉદ્યોગકારોને પણ લાભ થશે, સાથે પ્રવાસનમાં તેની સારી અસર જોવા મળશે.