નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજે દિલ્હીમાં ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીએ મેઘાલય વિધાનસભાની ચૂંટણી માટે ૬૦ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. નાગાલેન્ડ યોજાનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને NDPP વચ્ચે જોડાણ થયુ છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના નેતા નલિન કોહલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તરના રાજ્યોમાં થયેલા વિકાસ અને પૂર્વોત્તરના ૮૫ % થી વધુ વિસ્તારોમાં AFSPA ને હટાવવામાં આવ્યા છે તે અંગેની બાબતો સહિત નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીની યાદી પણ જાહેર કરવામાં આવી હતી.