વિપક્ષે ફરી સંસદમાં મચાવી ધૂમ

અદાણી ગ્રુપની સામે છેતરપિંડીના આરોપો પર ચર્ચા અને તપાસને લઈને ગુરુવારે વિપક્ષી દળોએ સંસદનાં બંને સદનોમાં ધમાલ મચાવી હતી. આ કકળાટને લીધે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. ૯ વિપક્ષી દળઓએ અદાણી ગ્રુપની સામે અમેરિકાની શોર્ટસેલિંગ કંપની હિડનબર્ગ રિસર્ચનાં આરોપો પર સંસદમાં ચર્ચાની માંગ કરી છે.

વિપક્ષીદળોએ હિડનબર્ગ રિસર્ચની તરફથી છેત્તરપિંડીનાં દાવાઓ બાદ અદાણી સમૂહનાં શેરોમાં થઈ રહેલા સતત ઘટાડાથી ભારતીય રોકાણકારો માટે જોખમનાં મુદે ચર્ચા કરવાની માંગ કરી. તેમણે સંસદીય પેનલ કે સુપ્રીમ કોર્ટની તરફથી નિયુક્ત સમિતિથી તપાસ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે અદાણી એન્ટરપ્રાઈઝિઝનાં મામલાને લઈને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનાં પ્રધાન ન્યાયાધીશની દેખરેખ હેઠણ આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ અને તેની રિપોર્ટ દરરોજ જાહેર થવી જોઈએ.

કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ સંસદનાં હાલનાં બજેટ સત્રમાં પોતાની રણનીતિને લઈને બુધવારે ચર્ચા કરી હતી અને નિર્ણય કર્યો કે તે અદાણી એન્ટરપ્રાઈઝથી જોડાયેલા મુદાઓ અને કેટલાક અન્ય વિષયોને આ સત્ર દરમિયાન ઊઠાવશે. રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સંસદ ભવન સ્થિત કક્ષમાં થયેલ બેઠકમાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા જયરામ રમેશ, તૃણમૂલ કોંગ્રેસનાં સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓબ્રાયન, આપનાં સંજયસિંહ વગેરે કેટલાક અન્ય દળોનાં નેતાઓ હાજર હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *