મહિલા ૨૦-૨૦ ક્રિકેટ શ્રેણીની ફાઈનલમાં આજે ભારત અને દ. આફ્રિકા વચ્ચે મુકાબલો

દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી ત્રણ દેશોની મહિલા ટવેન્ટી- ટવેન્ટી ક્રિકેટ શ્રેણીનીઆજે રમાનાર ફાઈનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. ફાઈનલ મેચ ભારતીય સમય મુજબ સાંજનાં છ વાગ્યાથી રમાશે.

ભારતીય મહિલા ટીમે આ શ્રેણીમાં રમાયેલી ચાર પૈકી ત્રણ મેચમાં વિજય મેળવ્યો છે અને એક મેચ ડ્રો થઈ હતી.  ભારતની દિપ્તી શર્માએ ત્રણ મેચોમાં ૮ વિકેટ ઝડપી હોવાથી તેની કામગીરી ફાઈનલમાં મહત્વની બની શકે છે. એવી જ રીતે ઈજાના કારણે અત્યાર સુધી બહાર રહેલી પૂજા વસ્ત્રાકર ટીમમાં પાછી ફરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *