રેલવેની મુસાફરીની આવકમાં ૭૩ ટકાનો વધારો થયો છે. એપ્રિલથી જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં મુસાફરી હેઠળ કુલ કમાણી ૫૪ હજાર ૭૩૩ કરોડ રૂપિયા છે જે ગયા વર્ષે આશરે ૩૧ હજાર કરોડ રૂપિયા હતી. રેલ્વે મંત્રાલયે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન મુસાફરોની કુલ અંદાજિત સંખ્યા ૬૫ કરોડ ૯૦ લાખ હતી જે ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન ૬૧ કરોડ ૮૧ લાખ હતી.
મંત્રાલયે જણાવ્યું કે, રીઝર્વેશન વિનાના મુસાફરો પાસેથી મળેલી આવક ગયા વર્ષના બે હજાર ૫૫૫ કરોડ રૂપિયાની સરખામણીએ ૧૧ હજાર ૭૮૮ કરોડ રૂપિયાથી વધુ છે, જે ૩૬૧ ટકાનો વધારો દર્શાવે છે.