રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ઠંડીથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાશે, પવનની ગતિ ધીમી પડતા ઠંડીનું જોર ઘટશે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં ૪.૨ ડિગ્રી નોંધાયું હતું, જયારે ગાંધીનગરમાં ૧૧ અને અમદાવાદમાં ૧૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.