ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અમરપુર, કુમારઘાટ ખાતે વિજય સંકલ્પ રેલીને કરશે સંબોધન
ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા જ તમામ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા આજે રાજયમાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી ચૂંટણી પ્રચારની શરુઆત કરશે. નડ્ડા આજે અમરપુર અને કુમારઘાટ ખાતે વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરશે. ત્રિપુરાની ૬૦ વિધાનસભા બેઠક માટે ૧૬ ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. ભાજપે ૫૫ બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પાંચ બેઠક સહયોગી દળ IPFTને આપી છે.