યુરોપિયન સંઘના પ્રમુખ ઉરસુલા વોન ડેર લિયને યુક્રેનને સમર્થન યથાવત રાખવાની આપી ખાતરી
યુક્રેન પર રશિયાના વધતા હુમલા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ ગુરુવારે રશિયા પર વધારે નવા પ્રતિબંધો મુકવાની માગ કરી છે. પૂર્વ યુક્રેનમાં રશિયન સૈન્ય દ્વારા હુમલાઓ વધતા જેલેસ્કીએ યુરોપિયન સંધના નેતાઓને આ અનુરોધ કર્યો છે. આ વચ્ચે રશિયન સેનાએ પૂર્વીય ડોનેસ્ક પ્રાંતના પ્રેમેસ્ટોસ શહેર પર મિસાઈલ હુમલો કર્યો છે. હુમલામાં એક એપાર્ટમેન્ટ પૂર્ણરીતે ધરાશયી ગયું છે. જેમાં રહેવાવાળા ત્રણ લોકોનું મૃત્યુ અને 18 લોકો ઘાયલ થયા છે. યુરોયિન સંધની પ્રમુખ ઉર્સલાવાન ડે લીયેન ઉચ્ચસ્તરીય દળો સાથે ટ્રેનથી કીવ પહોંચ્યા હતા. તેઓ કીવમાં બે દિવસ સુધી ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે. યુક્રેનને આશા છે કે આ બેઠક થકી યુક્રેનનો યુરોપિયન સંધમાં જોડાણ માટે રસ્તો તૈયાર થશે. જેલેસ્કી સાથે સંયુક્ત સંમેલનમાં લીયેને કહ્યું, અમારા પ્રતિંબધોથી રશિયાની અર્થવ્યવસ્થા નબળી પડવાનું શરુ થઈ ગયું છે. આ પ્રતિબંધો રશિયાને ઓછામાં ઓછું એક પેઢી પાછળ ધકેલી દેશે.