પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકપ્રિયતાને લઈને વિશ્વભરના દિગ્ગજોને પાછળ મુકી દીધા છે. તાજેતરમાં જ થયેલા મોર્નિંગ કન્સલ્ટના સરવેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ૭૮ % અપ્રુવલ રેટિંગ મળ્યા છે. પ્રધાનમંત્રી પછી મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર બીજા ક્રમાંકે છે. જ્યારે આ સરવેમાં સ્વિત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેરસેટ ત્રીજા, ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્વાનીઝ ચોથા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડી સિલ્વા પાંચમાં ક્રમાંકે છે. આ સરવેના મતે, સપ્ટેમ્બર ૨૦૨૧ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકાની વૈશ્વિક સરવે કંપની મોર્નિંગ કન્સલ્ટના મતે, આ યાદીમાં આવા પ્રકારના ટોપ ૫ ની યાદીમાંથી સુપર પાવર અમેરિકાના રાષ્ટ્રપતિ, બ્રિટનના પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ બહાર છે.

 

સરવે અનુસાર, PM મોદી ૭૮ % રેટિંગ સાથે સૌથી વધુ લોકપ્રિય બન્યા છે. બીજા સ્થાને મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર છે જેમને ૬૮ % રેટિંગ મળી છે. લોકપ્રિયતા લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ ૫૮ % રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા લોકપ્રિયતાની યાદીમાં ૫૨ % રેટિંગ સાથે ચોથા સ્થાને છે. જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડા સિલ્વાને ૫૦ % રેટિંગ મળી છે અને તેઓ પાંચમાં સ્થાને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *